Part 11(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા સુધાની ઘરે નિયા સાથે પહોંચે છે. જ્યાં તે બંનેનો લાગણીશીલ સ્વભાવ જોઈ તેને ખૂબ સુકૂન મળે છે. એ દરમિયાન વિવાન કોઈ પગરવ વિના જ લોપાનાં જીવનમાં પ્રવેશે છે. બંને બીજા દિવસે કાફે પર મળવાનું નક્કી કરે છે. હવે આગળ)આગલી રાતની મુસાફરીનો થાક અને ઉજાગરો, વરસાદ પછીનું ઠંડુ વાતાવરણ, ભારે નાસ્તો તેમજ વિવાન, સુધામાસી તથા નિયાની અચાનક મળેલી લાગણીઓથી શાંત થયેલ લોપાનો ઉદ્વેગ, બસ આટલું કાફી હતું. લોપાએ એક સરસ ઊંઘ ખેંચી લીધી.અચાનક ઝબકીને જાગી તો બાર વાગી ગયાં હતાં. લોપાએ તે જ્યાં લખતી હતી તે ગૃપનાં મેસેજ ચેક કર્યાં. જે પ્લેટફોર્મ પર તે