અગ્નિસંસ્કાર - 75

(13)
  • 1.8k
  • 1
  • 1.1k

પ્રિશા કેફેમાં ઊભી પોતાની ફ્રેન્ડ રીના સાથે ફોનમાં વાત કરી રહી હતી. " શું પાર્ટીના પાસનું ઇન્તજામ નહિ થઈ શકે? રીના મેં તને એટલે જ બે દિવસ અગાઉ કહ્યું હતું ને બે પાસનું અરેજમેન્ટ કરવાનું...આ લાસ્ટ મોમેંટમાં પાસ હું ક્યાંથી લાવીશ...તું ફોન મુક મારે તારી સાથે મગજમારી નથી કરવી..." પ્રિશા એ ગુસ્સામાં ફોન કટ કરી નાખ્યો.પ્રિશાનું અંશ સાથે એ પાર્ટીમાં જવાનું ખૂબ મન હતું. પરંતુ પાસ ન મળવાને લીધે મનને મારીને એ કેફેમાંથી બહાર નીકળવા લાગી પણ ત્યાં જ પાછળથી એક અજાણ્યા યુવકે સાદ આપ્યો. " ઈસ્ક્યુજમી...." પ્રિશા એ પાછળ ફરીને જોયું તો એક સોહામણો યુવક જેનું શરીર હીરોની માફક