લોચો પડ્યો - 2

  • 2.1k
  • 912

¶સાંજે છોકરી વાળા જોવા આવ્યા. તે લોકો બે ગાડી ભરીને ટોટલ ૧૧ લોકો આવ્યા હતા. જાણે આજે છોકરીને અમારા ઘરે મૂકીને જ જવાના હોય. છોકરી સિવાય દરેક લોકો એકદમ જાડા હતા. મને સમજાયું નહિ કે છોકરી આટલી પાતળી કેમ રહી ગઈ. "આ મારા હસબન્ડ છે." છોકરીની મમ્મીએ નેવું એક કિલોના મીની હાથી તરફ ઈસરો કરીને ચોખવટ કરી. એક એક કરીને તેમને દરેકનો પરિચય આપ્યો."...અને આ અમારા દ્રાઈવર છે." તેમને છેલ્લા એક દુબલા-પતલા હાડપિંજર જેવા વ્યક્તિ તરફ ઈસરો કરીને કહ્યું. "પણ તે અમારા ઘર ના સભ્ય જ સમજી લ્યો. છેલ્લા વિસ વર્ષથી તે અમારે ત્યાં જ કામ કરે છે." મેં કોઈ