પ્રેમ કે દોસ્તી? - ભાગ 21

  • 2.1k
  • 1
  • 936

થાકને લીધે બધાને ઘસઘસાટ ઊંઘ આવી અને પાંચ ક્યારે વાગ્યા એ ખબર જ ના પડી.બધા ઉઠી ગયા પણ પ્રતિક ઉઠ્યો ના હતો.કદાચ એ બધા કરતા વધારે થાક્યો હશે,અધૂરા જીવનનો થાક,સતત ચિંતા લઈને ફરવાનો થાક.અધૂરા પ્રેમનો થાક,સત્યની જાણ થશે ત્યાર બાદ તૂટતી દોસ્તીનો થાક. પ્રતિક ઉઠ સાંજ પડી ગઈ,અમે લોકો એ ચા પણ પી લીધી.ઉઠ.રવિએ પ્રતિકે ઉઠાડવા અવાજ લગાવ્યો. દુર ના જા એક મૌકો આપ પ્લીઝ, આમ ના કર મારી જોડે,પ્રતિકે ઊંઘમાં રોતા રોતા બબડતો હતો. આની હાલત મારા થી જોવાતી નથી.જો એક વાર એ છોકરી મળેને તો તેની તો એવી ખબર લઉં.રવિએ ખુબજ ગુસ્સામાં હતો અને પ્રિયા તેની સામે જોઈ