સુસાઈડ - એક હકીકત

  • 838
  • 276

નિક,નિક... શું થયું છે નિક ને, રીયા ચીસો પાડતી પાડતી હોસ્પિટલ મા દોડતી દોડતી આવી... અને ઓપરેશન રૂમ ના દરવાજા માં અંદર ઘૂસવા ગઈ.. જેવી જ તે અંદર ઘૂસે એ પહેલાં જ તેને તેના મિત્રો રામ , નિશા, અને મુકુંદ દ્વારા રોકી લેવામાં આવી અને તેને સામેનાં જ બાકડા પર બેસાડી દીધી... યાર કેમ કરતાં થયું આ બધું, રડતાં રડતાં રીયા ના મુખ માંથી શબ્દો સરી પડ્યાં... કાલે તો બધું સારું જ હતું તો આજે કેમ તેણે અચાનક આવું પગલું ભરી લીધું... હજું કાલે સાંજે જ તો અમે શાસ્ત્રી મેદાન માં જોડે બેઠાં હતાં, તે મને ખૂબ જ હસાવતો હતો