ઠેરના ઠેર

  • 650
  • 228

હાથમાં ગુલાબી રંગનું ફરફરિયુ લઈને જ્યારે શૈલી ઘરે આવી,ત્યારે સાસુમાના દિલમાં મોટો ધ્રાસકો પડ્યો. વર્ષોથી દીકરા વહુ સાથે રહેતા મણીબહેન સમજી ગયા શૈલીના હાથમાં શું છે ! વહુરાણી માટે સરસ મજાની ચા બનાવી સાથે તાજો ચેવડો આપ્યો અને બોલ્યા, ‘બેટા આજે અગિયારસ છે, હું હવેલીમાં શયનના દર્શન કરીને આવું છું “. મંદીરે જવાનું બહાનું કરીને નિકળ્યા. શૈલીએ મનમાં વિચાર્યું , મમ્મી દર અગિયારસે મંદીરે જતા નથી, આજે કેમ ? પણ મનમાં આનંદ થયો. સાહિલ જ્યારે નોકરી પરથી આવશે ત્યારે બન્ને જણા એકલા ઘરમાં હશે. હાથમાં મળેલી ‘પિંક સ્લિપ’ વિષે વાત કરવાની સુગમતા રહેશે. કદાચ મોટો ઝઘડો થાય તો ઘરના બારી