કાંતા ધ ક્લીનર - 7

  • 2.7k
  • 2
  • 1.8k

7"હાશ! મેં ખૂન કર્યું નથી છતાં હું ડરી ગયેલી." કાંતા એકદમ રિલેક્સ થતી બોલી.અંદર બીજા પોલીસ અધિકારી આવ્યા. તે કહે "ગીતા, પહેલો રિપોર્ટ કહે છે કે મિ. અગ્રવાલ કદાચ હાર્ટ એટેકથી મર્યા છે. પણ તો સવાલ એ ઉઠે કે એટેક આવ્યો ત્યારે મિસિસ સરિતાએ રિસેપ્શન પર ઇમરજન્સી ડોકટર માટે કેમ કહ્યું નહીં? અને રૂમ કલીનીંગ માટે એ પહેલાં ફોન કર્યો કે પછી?""બીજું તમે શું જોયું સર?" ગીતાએ તેમને પૂછ્યું "આંખની આસપાસ નસો ખેંચાયેલી. કોઈ ઇજા પણ હોય અને સિવિયર એટેકમાં પણ એવું થાય. કોઈ દવાથી કે અમુક ખૂબ નશીલા દારૂથી પણ એટેક આવે. કોઈએ હુમલો કર્યો હોય તો પણ બને.