અગ્નિસંસ્કાર - 70

(13)
  • 1.9k
  • 1
  • 1.1k

" ઇસ્ક્યુજમી મેમ...." પોલીસકર્મી એ કેશવને સાદ આપીને રોક્યો. કેશવ પોલીસ તરફ ફર્યો અને પોતાની નજર નીચી કરીને ચૂપચાપ ઊભો રહી ગયો. ત્યાં જ બાજુમાં ઊભી નાયરા બોલી. " જી બોલીએ ક્યાં હુઆ?" " ક્યાં આપ દોનો ને ઇસે કહીં દેખા હૈ?" પોલીસે કેશવની તસ્વીર નાયરા અને કેશવ સમક્ષ કરી. " આ તો મારી જ તસ્વીર છે!!, મારો શક સાચો નીકળ્યો પોલીસ મને શોધતી શોધતી અહીંયા પણ આવી પહોંચી...!" કેશવે મનમાં કહ્યું." જી નહિ હમને નહિ દેખા..." નાયરા એ તુરંત પોતાનો જવાબ કહી દીધો. પોલીસે તસ્વીર પોતાના પોકેટમાં નાખી અને કેશવને ઉપરથી નીચે બરોબર નિહાળ્યો. પોલીસને થોડુંક અજીબ જરૂર લાગ્યું