રળિયામણું ગામડું

  • 1.6k
  • 588

મંદિરમાં પૂજા પતાવી માનસી બહાર ઓટલા પર બેઠી બેઠી કંઇક વિચારી રહી હતી. ઉગતા સૂરજની રોશની આજે એની આંખમાં તીરની જેમ વાગતી હતી. પક્ષીઓનો કલરવ અને નદીનો ખળખળ અવાજ પણ જાણે એને ઘોંઘાટ લાગી રહ્યો હતો ને અચાનક એનાં ફોનની રીંગ લાવી ને માનસી ઝબકી ગઈ. ફોનમાં વાત કર્યા પછી એણે મનમાં નક્કી કર્યું કે આજે તો એણે ગમે તે નિર્ણય લેવો જ પડશે.માનસીએ સીધો ચિંતનને ફોન કર્યો ને કહ્યું,"ચિંતન બસ હવે બહુ થયું, આજે આપણે મળીને નક્કી કરી લઈએ કે શહેરમાં ઘર લેવું છે કે નહિ, મને હમણાં જ બિલ્ડરનો ફોન આવ્યો કે આજે પેમેન્ટ આપવાનો લાસ્ટ દિવસ છે.