કાંતા ધ ક્લીનર - 6

  • 2.7k
  • 1
  • 1.9k

6.કાંતા એ વિશાળ, વૈભવી કેબિનમાં પોશ લેધર સોફા પર એકલી બેઠેલી. આખી કેબિનમાં લાલ મખમલી કાર્પેટ પથરાયેલી હતી. એક ખૂણે મોટો, એકદમ ચકચકિત અરીસો પણ હતો પણ અત્યારે કાંતાની તેમાં જોવાની હિંમત નહોતી. આમ તો આવી કેબિનમાં બેસવાનું દરેક કર્મચારીનું સપનું હોય. આજે ભલે મુલાકાતીના સોફા પર, તે એ કેબિનમાં બેઠી તો હતી પણ તે ગર્વને બદલે ઊંડા આઘાતમાં હતી. તેને કેબીનની દીવાલો કોઈ હોરર ફિલ્મના સીનની જેમ ત્રાંસી થતી લાગી. આખો રૂમ નાનો થઈ તેને ભીંસતો હોય તેમ લાગ્યું. તેણે છાતી પર હાથ મૂક્યો અને આમથી તેમ મરડાઈને ઊંડાં શ્વાસ લીધા.તે મૂંઝવણમાં હોય ત્યારે આમ જ કરતી. તેની માએ