ખજાનો - 80

  • 712
  • 1
  • 490

" સુશ્રુત..! રિલેક્સ...! મને બરાબર તપાસ કરવા દે, શું ખરેખર આ જ આપણું જહાજ છે કે કોઈ બીજાનું...? તું ધીરજ રાખ હિંમત ન હાર.." ગભરાયેલા સુશ્રુતના ખભે હાથ ફેરવતા, તેને આશ્વાસન આપતા જૉનીએ કહ્યું. સુશ્રુત આગળ એક ડગલું પણ ન ભરી શક્યો. જોની..., હર્ષિત અને ઈબતિહાજને લઈને જહાજ પાસે ગયો. " હર્ષિત...! જોની..! ભલે હું આ જહાજમાં તમારા કરતાં થોડો સમય વિતાવ્યો હશે, પરંતુ હું તેને ઓળખી શકું છું. આ જહાજ આપણું જ છે. સુશ્રુત બરાબર કહી રહ્યો હતો. આ જહાજ આપણું છે. હવે તે બિલકુલ સલામત રહયું નથી. લિઝાને શું જવાબ આપશું..?" જહાજનું બરાબર દૂરથી નિરીક્ષણ કરતાં ઈબતિહાજે હર્ષિત