એક હતી કાનન... - 12

  • 1.4k
  • 640

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 12)જેમ આવતી નહોતી રોકી શક્યા ધૈર્યકાન્ત,તેમ જતી પણ ન રોકી શક્યા,કાનન ને.અચાનક સરૂબેનને લાગ્યું કે નીચે શાંતિ છવાઈ ગઈ છે.તે અને દાદીબા ઝડપથી નીચે આવ્યાં.નીચે આવીને જુએ છે તો ધૈર્યકાન્ત લમણે હાથ દઈને બેઠા હતા અને કાનન ત્યાં ન હતી.“કાનન ક્યાં?” બન્નેથી એકીસાથે પૂછાઈ ગયું.“ગઈ,ઘર છોડીને ચાલી ગઈ.”ધૈર્યકાન્ત નો ટૂંકો જવાબ.જવાબ સાંભળી બન્ને માથે તો જાણે વીજળી પડી.ત્યાં જ દાદાજી એટલે કે ધૈર્યકાન્ત ના પિતા ઘરમાં પ્રવેશ્યા.દાદીબા હવે વિફર્યાં.“તમારે કારણે મારી કાનન ઘર છોડીને ચાલી ગઈ છે.માત્ર તમારી જીદને કારણે.મારી કાનન ને તમે બાપ-દીકરાએ રસ્તે રઝળતી મૂકી દીધી.કાનનને ઘર છોડવું પડ્યું.છતે મા-બાપે