બદલો - ભાગ 13 (છેલ્લો ભાગ)

(21)
  • 1.4k
  • 1
  • 566

૧૩. અસલી ગુનેગાર અને અંત અમિત તથા કાલિદાસ અત્યારે જેલના મુલાકાત ખંડમાં બેઠા હતા. કાલિદાસના ચહેરા પર દારૂણ વ્યથાના જ્યારે અમિતના ચહેરા પર નફરતના હાવભાવ છવાયેલા હતા. કાલિદાસની આંખોમાં આંસુ ચમકતા હતા. તે અશ્રુભરી નજરે અમિતના ચહેરા સામે તાકી રહેતા ગળગળા અવાજે બોલ્યો. 'કોઈકે સાચું જ કહ્યું છે કે કુદરતની લાઠી અવાજ રહીત હોય છે. એનો માર પડે છે ત્યારે બિલકુલ અવાજ નથી થતો. મને ફાંસી થવામાં પાંચ છ કલાક જ બાકી રહ્યા છે, ત્યારે મેં અંતિમ ઈચ્છા રૂપે તને અહીં બોલાવ્યો છે. તારા વારંવાર પૂછવા છતાંય હું મારા જે ગુના વિશે તને જણાવવાની હિંમત નહોતો દાખવી શક્યો એ જણાવવા