એક પંજાબી છોકરી - 17

  • 2k
  • 1.1k

સોહમ અને સોનાલી સાથે તેમની પૂરી ફેમીલી હોટલમાં પહોંચે છે,ત્યાં આખી હોટલ બુક કરેલી હતી અને તેને સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવી હતી. સોહમ અને સોનાલીની ફેવરિટ ડિશ રાખવામાં આવી હતી.સોહમને પીઝા અને છોલે ભટુરે પસંદ છે તો તેના માટે આ ડીશ હતી અને સોનાલીને ઢોસા,ઈડલી સંભાર પસંદ છે તો તેના માટે તે ડીશ રાખવામાં આવી હતી અને આ સિવાય મુંબઈમાં ગુજરાતીઓની સંખ્યા વધુ હોવાથી અહીં ખૂબ સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન મળી જાય તેથી ગુજરાતી મેનૂમાં ફાફડા ગાંઠિયા,થેપલા,સૂકી ભાજી, દહીં આ વસ્તુ પણ સ્પેશિયલ ઓર્ડર આપી બનાવડાવી હતી.આ સોનાલી અને સોહમ માટેનું સરપ્રાઈઝ હતું.આ બધું જોઈ તે બંને ખૂબ જ ખુશ