ભવાની....તું સાંભળે છે ને? ક્યારની શાંત અવાજે ભવાનીને ઉઠાડતી કમલા હવે ઉશ્કેરાઈ. એને ઘણા પ્રયત્નો કરી જોયા પણ ભવાની પળવાર પણ હલી નહીં. છેવટે એણે નિર્ણય કર્યો કે હવે એ જંપશે નહીં. એ રસોડામાં જઈને પાણીનો ગ્લાસ ભરી લાવી અને સીધો ભવાનીનાં મોઢા પર જીકી દીધો. છતાં પણ ભવાનીના શરીર પરની રુવાંટી પણ ઊભી થઈ નહીં. એનાં મોઢા પરથી પાણીના રેલા એની લટો ભીંજવીને ગળા સુધી આવતા હતા. એનું મોઢું ભીંજાયેલું હોવા છતાં સાવ ફિક્કું પડી ગયું હતું. છતાં પણ કમલા એને ઉઠાડવાના નક્કામા પ્ર્યાશો કરતી હતી અને બોલતી હતી કે તારું મૌન મારાથી ન જીરવાય. ભલે મને તારા સમજાવ્યા