ખજાનો - 69

  • 806
  • 1
  • 512

"ભારતને લૂંટી ગયા પછી પણ તેમનું પેટ ન ભરાયુ..! હજુ પણ અંગ્રેજોએ વિશ્વના ઘણા દેશો ઉપર પોતાનો કબજો જમાવ્યો છે. મહાસત્તા બનવાની લાલસા માણસ પાસે કેટલા ક્રૂર અને હિંસાત્મક કાર્ય કરાવે છે તે ખુદ માણસને પણ ખબર હોતી નથી." સુશ્રુત બોલ્યો. "તારી વાત સો ટકા સાચી સુશ્રુત..! પરંતુ હવે આપણે કરવું શું..? ઝાંઝીબાર ટાપુ આવવા થયો છે. ત્યાં રોકાવું છે કે પછી થોડીવાર માટે હોલ્ડ થઈ આગળ નીકળી જવું છે..?" જોની એ અબ્દુલ્લાજીને પૂછ્યું. "અંગ્રેજો તેમની ગુલામ પ્રજા સાથે ખરાબ વ્યવહાર કરતા હશે. પરંતુ વ્યાપારીઓ અને પરદેશીઓ સાથેનો તેમનો વ્યવહાર તો ઉચિત હોવો જોઈએ. કેમ કે તો જ તેઓ પોતાના