ખજાનો - 66

  • 858
  • 1
  • 586

"અરે એમાં આભાર શાનો..? આપણે સૌ મિત્ર છીએ. એક ચોક્કસ હેતુ સાથે આપણે આ ખતરનાક સફરે નીકળ્યા છીએ. આપણા સૌની અંદર કંઈક ને કંઈક સૂઝબુઝ અને વિશિષ્ટ તાકાત છે. બસ આ જ તાકાત અને અનુભવો સાથે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવાનું છે. માઈકલ અંકલને સલામત ઘરે પાછા લાવવાના છે. તેમજ સોમાલીયાના રાજા ને ખજાનો બતાવી તેની ગરીબ પ્રજાને સમૃદ્ધ બનાવવાની છે. બસ આ બંને લક્ષ્ય શાંતિ અને સલામતી સાથે પૂર્ણ થાય એવી જ પ્રભુને તો મારી પ્રાર્થના છે." જોનીએ કહ્યું. "આપણા લક્ષ્ય મોટા છે અને હંમેશા મોટા લક્ષ્ય સુધી પહોંચવા માટે અડચણો તો આવવાની જ. લક્ષ્ય શુદ્ધ સુધી પહોંચવાનો માર્ગ