ખજાનો - 63

  • 770
  • 1
  • 540

એવામાં અબ્દુલ્લાહી જહાજ પરથી નીચે ઉતર્યા અને આજુબાજુ નજર ફેરવી બોલ્યા," હજુ જોખમ ટળ્યું નથી...! એક નવી જ મુસીબતનો સામનો કરવા તૈયાર થઈ જાઓ...!" અબ્દુલ્લાહીની વાત સાંભળી પાંચેય મિત્રો બેઠા થઈ ગયા અને એક સાથે બોલ્યા, " શું...?" "એકવાર ઊભા થઈ પાછળની બાજુએ જુઓ. આપણે ભૂમિ ખંડના કિનારે નહીં પરંતુ દરિયાના જ કિનારાથી દૂર એક નિર્જન અને અજાણ્યા ટાપુ પર આવી ગયા છીએ." અબ્દુલ્લાહિજીએ કહ્યું. પાંચેય યુવાનો ઊભા થઈ પાછળની બાજુ જોવા લાગ્યા. દરિયાના પવનની ગતિ દરિયાથી ટાપુ તરફની હતી. આથી યુવાનોના કપડા અને વાળ ટાપુની દિશા તરફ લહેરાઈ રહ્યા હતા. લિઝા પાછળથી ઉડી રહેલા પોતાના વાળને વારંવાર સરખા કરી