ખજાનો - 58

  • 878
  • 1
  • 628

"વૉટ...? તને ખબર નથી કે કોણ તારી ગર્લફ્રેન્ડ બનવાનું છે..? તારી ગર્લફ્રેન્ડ બની જ નથી... કોઈ છે જ નહીં... તો તેના માટે તેં પાયલ શા માટે ખરીદી..?" હર્ષિતની વાત સાંભળી નવાઈ પામતા લિઝાએ પૂછ્યું. "બસ.. એટલે જ કે ક્યાંક રસ્તામાં કોઈ મળી જાય, સારી એવી રૂપાળી... બહાદુર... સાહસી... તારા જેવી... છોકરી અને અચાનક મને પ્રપોઝ કરી લે તો...? તો તરત જ તેના પગમાં પાયલ પહેરાવી તેના પ્રપોઝલને એક્સેપ્ટ કરતા ફાવેને..? બસ એટલે જ... !"ફરી લિઝાની આંખોમાં જોઈ હર્ષિતે હસીને કહ્યું. "મારા જેવી...? તો.. તને.. મારા જેવી છોકરી પસંદ છે એમ..?" "ના...ના...એટલે સેમ ટુ સેમ તારા જેવી તો ભગવાને નહીં બનાવી