ખજાનો - 55

  • 944
  • 1
  • 610

"અરે અમારા મહારાજની તો વાત જ ના થાય...! માત્ર તેઓ ગજબના માણસ નથી,ખૂબ દયાળુ અને ખુદાના માણસ છે. બસ આવો માલિક સૌને મળે." 60/65 વર્ષની ઉંમરનો વ્યક્તિ કે જેને રાજાએ ચારે મિત્ર સાથે મોકલ્યા હતા. તે માણસે કહ્યું. તેના ચહેરા પર કરચલીઓ થઈ ગઈ હતી. તેનો પહેરવેશ સામાન્ય હતો. માથા પર એક કપડું બાંધી હતું. પગમાં સામાન્ય મોજડી હતી. કપડાં ખૂલતા હતા. તેમની સાથે એક પેટી હતી, જેમાં કેટલીક ઔષધિ ભરી હતી. તેમનું વર્તન વ્યવહાર જોઈને એવું લાગતું હતું કે તેઓ એક મિનિટ પણ એક સ્થળે શાંતિથી બેસી શકતા નહોતા. તેઓની શ્રવણ શક્તિ ગજબની હતી આજુબાજુ થયેલ સામાન્ય અને નાનામાં