એક હતી કાનન... - 10

  • 1.3k
  • 700

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 10)આખરે કાનનનાં લગ્ન થઈ ગયાં.કાનન પક્ષે એક માત્ર કાનન.જો કે ગોંડલમાં કાનનનાં બિલકુલ સગાં જ ન હતાં એવું પણ નહીં.પરંતુ એ બધાં અંદરથી સાથ આપનાર પણ બહાર પડતાં ડરનારાં.કાનન પણ આ વાત જાણતી હોવાથી કોઈને આમંત્રણ આપીને શરમાવવાનું તેને યોગ્ય ન લાગ્યું.લગ્ન સમયે મનનનાં માતા-પિતા અને ભાઈ-ભાભી એ તેને પૂરતી હૂંફ આપી અને કાનને પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરી મન મક્કમ કરી લીધું. લગ્ન ના આગલા બે દિવસ સુધી બધાએ ખૂબ સમજાવ્યા હતા ધૈર્યકાન્ત અને તેના પિતાજીને. મનન નાં માતા-પિતા,મોટા ભાઈ-ભાભી પણ રૂબરૂ મળવા આવીને સમજાવવાનો પ્રયત્ન કરી ગયાં હતાં.છેલ્લે છેલ્લે કાનન અને