ખજાનો - 51

"સાથે એ પણ ધ્યાન રાખવું પડશે કે સુરંગમાં પૂર્યા બાદ તેઓને દર સાત કલાકે ફરી બેભાન થવાનું ઇન્જેક્શન આપવાનું થશે. જો તેઓ તન મનથી જાગ્રત થઈ ગયા તો આપણા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે." લિઝાએ કહ્યું. " લિઝા તારી વાત એકદમ સાચી છે. ઠીક છે તો ચલો આપણે આપણા મિશનને સફળ બનાવીએ." સુશ્રુતે કહ્યું. રાજા અને લિઝા છુપા વેશમાં એક એક કરીને નુમ્બાસાના આદમીઓને બેભાન કરતાં અને સુશ્રુત તેઓને પકડી પકડીને સુરંગમાં લઈ જતો. જૉની અને હર્ષિત દરિયા કિનારે બસ પહોંચવા જ આવ્યાં હતાં. ચાલીને બન્ને થાકી ગયા હતા અને ભૂખ્યા પણ થયાં હતાં. "આપણે કિનારે તો પહોંચી