ખજાનો - 50

  • 1.2k
  • 1
  • 768

"તારી વાત તો સાચી છે લિઝા..! પરંતુ આને હું હમણાં નહીં મારી શકું,કેમકે જો તેની લૂટારુ ટોળકીને એ વાતની ખબર પડી ગઈ કે આપણે તેને કેદ કર્યો છે કેમ મારી નાખ્યો છે તો તેઓની ટોળકી વધારે ઉગ્ર બનશે અને આપણા જ રાજ્યના નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરી મુકશે. આથી તેને મારી નાખવો મને યોગ્ય નથી લાગતું." "પણ મહારાજ..! આપણે તેને મારીને ઠેકાણે કરી દઈએ અને કોઈને કંઈ ખબર જ ન પડે તો કેમનું રહેશે ?" સુશ્રુતે મલકાઈને કહ્યું. "તેરે ન મારવાનું બીજું કારણ એ પણ છે કે મારે માત્ર નુમ્બાસાને નહીં, આખી ટોળકીને ખતમ કરવી છે તેની આખી ચેનલને ખતમ