ખજાનો - 44

  • 1k
  • 1
  • 718

" ઓહ..! તો તમે ભારતથી આવ્યાં છો..! ગ્રેટ..! ભારતીયોની હિંમત અને બહાદુરીના ઘણાં કિસ્સાઓ મારા કાને પડ્યાં છે. ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે કરેલા સત્યાગ્રહો અને આંદોલનોના...! શું નામ હતું તે માનવીનું...? હા, ગાંધી..ગાંધીજી..! સત્ય અને અહિંસાના આગ્રહી..!" રાજાએ કહ્યું. " શું વાત છે..! તમે અમારા બાપુને ઓળખો છો ?" સુશ્રુતે પૂછ્યું. " હા, કેમ નહિ..? એ મહાપુરુષને કોણ નથી ઓળખતું..? તેઓને હું નહિ આખી દુનિયા ઓળખે છે. તમે નસીબદાર છો કે ભારત દેશના તમે નાગરિક છો...પછી આગળ બોલો લિઝા..?" રાજાએ મલકાઈને કહ્યું. "વેપાર અર્થે મારા ડેડ અને ડેવિડ અંકલને સામોલિયા, નાઇરોબિ, ટાંઝાનિયા,મોઝામ્બિક તેમજ ઝાંઝીબાર વારંવાર જવાનું થતું.