ખજાનો - 41

  • 914
  • 2
  • 610

( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિયાના રાજા ફારોહ સહુરે હતા. નુમ્બાસા સોમાલીયા નો રાજા નહીં પરંતુ મુંબાસા શહેરનો કુખ્યાત ડાકુ નીકળ્યો. સોમાલીયાના રાજા ખૂબ જ પ્રેમાળ અને સમજદાર હતા. ચારે મિત્રોએ રાજાને બહાર નીકળવાની યોજના બતાવી તથા રાજાએ મહેલના બાંધકામ વિશે જણાવ્યું.હવે આગળ..) ચારેય મિત્રોએ મહારાજને ફરી પાણી આપીને તેઓને ઊભાં કર્યા અને લાકડાં અને વેલાઓથી બનાવેલ નિસરણીથી છત સુધી પહોંચવામાં મદદ કરી. રાજાએ છતની બહાર ડોકાચિયું કરી જોયું. બહારનું દ્રશ્ય જોઈ રાજાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયાં. રાજાના હાવભાવ જોઈ ચારેય એકબીજા સામે જોવા લાગ્યાં. "શું થયું રાજાજી...? બહાર નુમ્બાસા ના સૈનિકો છે ?"