ખજાનો - 39

  • 1.2k
  • 1
  • 842

( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો. સુશ્રુતને પાણી મળી ગયું. જૉનીની સૂઝબૂઝ અને આવડતથી તેણે છત પરની બારી તોડી નાખી. કોટડીમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા લગભગ થઈ ગઈ હતી. પણ મૂર્છિત માણસ જાગતો નહોતો. એ સમયે કોટડી તરફ કોઈના આવવાનો અણસાર થયો. હવે આગળ...) કોઈના પગરવનો અવાજ આવ્યો. અવાજ સાંભળતાં જ સૌ ચોકી ગયા. " ઓહ...માય...ગોડ. .! કોઈ આ બાજુ જ આવતું હોય એવું લાગે છે...! હવે શું કરશું " જૉની તરફ જોતાં હર્ષિતે કહ્યું. " હર્ષિત..! હું બારીમાંથી આવતા પ્રકાશને રોકવાનો કોઈ ઉપાય કરું છું. કોઈપણ વ્યક્તિ અંદર આવે ત્યારે જો હું પ્રકાશને રોકવામાં અસમર્થ