ખજાનો - 38

  • 1.2k
  • 1
  • 850

"આ....આ...હા...!" કરતા જોનીયે જોરથી છત પરની જાળી ને ખેંચી અને અચાનક જ ઝીણી ઝીણી કોતરણી વાળી જાળી તૂટી જતા બહારથી સુંદર મજાનો પ્રકાશ કોટડીમાં આવવા લાગ્યો. બહારથી તેજ પ્રકાશ આવવાથી કોટડીની અંદર અજવાળું છવાઈ ગયું. ચારેય મિત્રો હવે એકબીજાને જોઈ શકતા હતા. કોટડીની અંદર ફરતા સાપ તેમજ અન્ય વસ્તુઓને સ્પષ્ટ પણે જોઈ શકતા હતા. " ઓહ.. માય.. ગોડ...! જોની તેં આ કેવી રીતે કર્યું ? અદ્દભૂત..!" લિઝાએ આશ્ચર્યચકિત થતા પૂછ્યું. " ભાઈ તે તો ગજબ કરી નાખ્યો સાવ અંધારી કોટડીમાં તે તો પ્રકાશ ભરી નાખ્યો." જોનીની પીઠ થાબડતા હર્ષિતે કહ્યું. " તે પણ ખરો પ્રાસ બેસાડી દીધો..! ગજબ કરી નાખ્યો...