ખજાનો - 37

( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હોવા છતા તે કોઈને કરડ્યા નહોતા. સુશ્રુતને ભૂખ લાગતા ચારેય મિત્રો ખોરાક પાણીની શોધ કરવા લાગ્યાં. એવામાં તેઓને તે જ કોટડીમાં ગાઢ નિંદ્રામાં સૂતો કોઈ માણસ મળ્યો. હવે આગળ...) " ભૂખ્યા તરસ્યા કોઈને આવી ગાઢ નિંદ્રા કેવી રીતે આવી શકે ? મને તો શાંતિથી બેસી પણ નથી શકાતું..!" સુશ્રુત બોલ્યો. સુશ્રુતની વાત સાંભળી બાકીના ત્રણે હસી પડ્યા. " એવું તો નહીં હોય ને કે સાપ કરડવાથી તેઓ બેભાન થઈ ગયા હોય ?" હર્ષિતે અનુમાન કર્યું. " શી ખબર ? હોઇ શકે...પણ આ માણસ કોણ હશે ? તેને કેમ નુમ્બાસાએ અહીં