ખજાનો - 35

  • 1.1k
  • 2
  • 794

( આપણે જોયું કે લિઝા,જોની, સુશ્રુત અને હર્ષિત માઈકલને બચાવવા માટે સોમાલીયાના રાજા પાસે મદદ લેવા માટે જાય છે, પરંતુ મદદ લેવાની જગ્યાએ તેઓ એક અણધારી મુસીબતમાં ફસાઈ જાય છે. સાપોથી ભરેલી કોટડીમાં સૈનિકો તેમને બંધ કરી દે છે. હવે આગળ જોઇએ....) " અરે સારું છે ને તે ડંખ્યા નથી. તે ડંખ્યા હોય તો આપણા તો રામ જ રમી જાત અને પ્લીઝ જોની...તું યાર સાપ બાબતે અમને ગભરાવીશ નહીં. ઓલરેડી આપણે બધા ગભરાયેલા છીએ." ગભરું સુશ્રુતે કહ્યું. " વાત ગભરાવવાની નથી વાત સત્યની છે જો આ સાપ.. આનું નામ બ્લેક મમ્બા છે. આ સાપ દક્ષિણઆફ્રિકાનો સૌથી ઝહેરીલો સાપ છે. જો