ખજાનો - 33

" ઓ માય ગોડ આ રાજા છે કે રાક્ષસ ? આટલો બધો બિહામણો આદમી તો મેં મારા જીવનમાં પહેલીવાર જોયો." ધીમેથી જોનીના કાનમાં કહેતા લિઝા જોનીની પાછળ સંતાઈ ગઈ. "ડરીશ નહીં લિઝા..! અમે બધા છીએ ને ? લિઝાનો જમણો હાથ પકડતા હર્ષિતે કહ્યું. " ડોન્ટ વરી લિઝા..! કહેતા સુશ્રુતે લિઝાનો ડાબો હાથ પકડી લીધો. " બોલો, શું સમાચાર લઈને આવ્યા છો ? શું અમારા જાસુસો ને ખજાનો મળી ગયો ?" પગ પર પગ ચડાવી ખૂબ જ ડરામણા સ્વરે રાજાએ કહ્યું. રાજાનો અવાજ સાંભળી લિઝા તો ચોકી જ ગઈ. સુશ્રુતની હાલત પણ લિઝા જેવી જ હતી. જ્યારે હર્ષિત અને જોની એકબીજાની