ખજાનો - 25

  • 1.3k
  • 896

" શું થયું જોની..! કંઈ ખબર પડી મિસ્ટર સાયન્ટિસ્ટ..! આ તળાવમાં તો જોખમ નથી ને ?" કટાક્ષ કરતાં હર્ષિતે કહ્યું. " આ એમોનિયમ નાઈટ્રેટ છે. જે એક પ્રકારનું મીઠું જ છે." જોનીએ હર્ષિત સામે જોઈ કહ્યું. " ઓહ..વગર લેબમાં ટેસ્ટ કર્યા વિના તું કેવીરીતે કહી શકે કે તે એમોનિયમ નાઇટ્રેટ છે ?" હર્ષિતના આ સવાલ સાથે જ જૉનીએ હર્ષિતને તળાવમાં ધક્કો માર્યો. " ઓહ..માય ગોડ..! આ તો બરફ જેવું પાણી છે. આટલી ગરમીમાં આટલું ઠંડું પાણી..! " ગરમીમાં ઠંડા પાણીમાં નાહવાની મજા લેતાં હર્ષિતે કહ્યું. " હવે ખબર પડી..! હું કહું છું તે સાચું છે અને હા માત્ર કિનારા પર