ખજાનો - 22

  • 1.3k
  • 1
  • 890

" ડોન્ટ વરી યાર..! તે માત્ર બેભાન થયો છે તેને બીજી કોઈ તકલીફ નથી. બસ તું માની લે કે તે પાંચ છ કલાક માટે સુઈ ગયો છે. " જોનીએ હર્ષિતને સમજાવતાં કહ્યું. " પણ કોઈ આપણને બેભાન કેમ કરે ? આપણી અહીંના કોઈ લોકો સાથે શું દુશ્મની છે કે તેઓ આપણને બેભાન કરી પકડવા ઈચ્છે છે ?" હર્ષિતે પૂછ્યું. " આપણી તેઓ સાથે કોઈ દુશ્મની નથી માન્યું. પણ અહીં પ્રજા આપણને નવા વિદેશી સમજી આપણા પર આક્રમણ કરે. કેમકે તેઓને પણ પ્રશ્નો તો થતાં હશે ને કે આપણે કેમ તેમનાં પ્રદેશમાં આવ્યાં છીએ ? તેઓને ડર હોય કે આપણે તેઓની