ખજાનો - 21

  • 1.4k
  • 1
  • 985

" ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતાં આ કેટલી સુંદર પળ છે લિઝા..! આ સમય મને હંમેશાં યાદ રહેશે." સુશ્રુતે કહ્યું. " હા, અહીંનું વાતાવરણ, સુંદર કિનારો, ખુલ્લું ગગન..! કેટલું સુંદર છે. હું પણ આ સમયને ક્યારેય નહીં ભૂલી શકું." લિઝાએ કહ્યું. એટલાંમાં જોની અને હર્ષિત પણ આવી ગયા. " ખાવાનું કંઈ મળ્યું કે નહીં...?" સુશ્રુતે પૂછ્યું. " હા, જો આ ગુલાબી ફ્રૂટ મળ્યા. ટેસ્ટ તો કર..કેટલા મીઠા છે !" હર્ષિતે કહ્યું. લિઝાએ ફ્રૂટ ટેસ્ટ કર્યું. " અમેજિંગ ટેસ્ટ છે યાર..? આટલું ટેસ્ટી ફળ તો મેં પહેલીવાર ખાધું છે. સૂસ તું પણ ટેસ્ટ