ખજાનો - 20

  • 1.1k
  • 1
  • 804

" માફ કરજો માનવમિત્રો..!આના સિવાય અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી..!" આટલું કહી મહાજલપરીએ તેની કાળીભમ્મર આંખોમાંથી ગુલાબી રંગનો પ્રકાશ છોડ્યો. તે પ્રકાશથી ચારેય મિત્રોની આંખો અંજાઈ ગઈ. ચારેય મિત્રોને આંખે અંધારા આવી ગયા. તેઓને સમજાતું નહોતું કે તેઓ સાથે શું થઈ રહ્યું હતું. મહામુશ્કેલીથી તે ચારેય મિત્રોએ આંખો ખોલી. દરિયાકિનારાની રેતીમાંથી ઊંઘમાંથી ઉઠ્યા હોય તેમ ચારેય મિત્રોએ આળસ મરડી અને બેઠા થયા. " કોઈ ભયાનક સ્વપ્ન જોયું હોય તેમ મારુ હૃદય ડરનું માર્યું ઝડપથી ધબકી રહ્યું છે." પોતાના હૃદય પર હાથ મૂકી સુશ્રુતે કહ્યું. " મને પણ કંઈક એવું જ ફીલ થાય છે." લિઝાએ કહ્યું. " પણ આપણે અહીં