ખજાનો - 19

  • 1.4k
  • 1
  • 972

" તને કેવીરીતે ખબર કે તેઓ કોઈ સાથે દગો કરતાં નથી..? તું વાત તો એવી રીતે કરે છે જાણે તેઓને તું વર્ષોથી જાણતો ન હોય..!" હર્ષિતે કહ્યું. " હર્ષિત..! હું ભલે તેઓને વર્ષોથી જાણતો નથી, પણ મને તેઓની વાતો પરથી સમજાયું કે તેઓમાં માનવ જેવા દુર્ગુણો તો નથી જ. તું એક વાત વિચાર. માનવીઓએ તેઓ સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો છે. માનવીએ પોતાના સ્વાર્થ ખાતર જળચર પ્રાણીઓને કેટલી હાનિ પહોંચાડી છે. છતાં તેઓએ ક્યારેય માનવીઓને હાનિ પહોંચાડી નથી. તેઓને માનવ સાથે બદલો જ લેવો હોત તો તેઓ માનવ વસાહત કે માનવસૃષ્ટિથી આટલે દૂર આવીને ન વસ્યા હોત. "જોનીએ હર્ષિતને સમજાવતાં