ખજાનો - 18

  • 1.4k
  • 1k

“અમે જરૂરી કામથી દરિયો ખેડી રહ્યા છીએ. મારા પિતા મુશ્કેલીમાં છે. તેઓને બચાવવા અને તેઓને સલામત રીતે ઘરે પહોંચાડવા માટે મેં મારી માતાને વચન આપ્યું છે. જો હું મારું કામ પૂર્ણ નહીં કરું તો મારી માતા નિરાશ થઈ જશે. મહેરબાની કરીને અમને જવા દો. અમે તમને વચન આપીએ છીએ કે તમે બધા અહીં નિવાસ કરો છો તે વાત અમે ક્યારેય કોઈને પણ કહીશું નહીં.” લિઝાએ કહ્યું. “મને લાગે છે કે આ લોકો સાચુ કહી રહ્યા છે. જો તેઓ વચન આપતા હોય કે આપણે અહીં નિવાસ કરીએ છીએ તે વાતની જાણ તેઓ કોઈને નહીં કરે, તો આપણે તેઓને જવા દેવા જોઈએ.”