ખજાનો - 16

  • 1.4k
  • 1
  • 1.1k

એક સાથે જલપરીઓના વૃંદે તેઓને ઘેરી લીધાં હતાં. ચારેય માંથી કોઈએ નહોતું વિચાર્યું કે આટલી સુંદર જલપરીઓને તેઓ આટલી નજીકથી જોશે. ચારેય એકબીજા સામે જોતા અને પછી જલપરીઓને જોતાં. ચારેય જલપરીઓની સુંદરતામાં ખોવાયેલા હતાં ને ઘડીભરમાં તો જલપરીઓએ ચારેયને વેલ જેવા દોરડાંથી બાંધી દીધાં. " અરે આ શું થયું..? જલપરીઓએ આપણને આમ, બાંધી કેમ દીધાં ? " સુશ્રુતે કહ્યું. " હા, યાર..! આપણે ક્યાં એમને કોઈ નુકસાન કર્યું છે કે તેઓએ આપણને આમ બાંધી દીધાં..?" લિઝા બોલતી જ હતી ત્યાં એક ઝાટકો લાગ્યો અને એકસાથે બંધાયેલા ચારેય જલપરીઓનાં ટોળાં સાથે ખેંચાવા લાગ્યા. " અરે..! આ શું થાય છે ? આ