ખજાનો - 14

  • 362
  • 1
  • 204

“આ ફળ આપણા માટે ખાવાલાયક છે. ભાવે તેટલા ખાઓ.” જોનીએ તે ફળને બચકું ભરતા કહ્યું. સૌથી પહેલા સુશ્રુતે ફળ લઇ ખાધું.“અરે કેટલું મીઠું ફળ છે..? આટલું સ્વાદિષ્ટ ફળ તો મેં ક્યારેય નથી ખાધું..! ” સુશ્રુતે કહ્યું. તે ફટાફટ સારા સારા ફળ શોધવા લાગ્યો અને તેના પેટમાં આરોગવા લાગ્યો. ચારે મિત્રોને ફળો ભાવ્યા. બધાએ પેટ ભરીને ફળ ખાધા. ઘણા બધા ફળ તેઓએ સાથે લઈ જવા માટે એકઠા કર્યા.“આ ઠળિયા આપણે ઘરે લઈ જઇએ તો..! ઘરે લઈ જઈને વાવીએ તો આપણને ઘરે પણ આવા સ્વાદિષ્ટ અને મીઠા ફળ ખાવા મળે.” બાજુમાં પડેલ પથ્થરથી ઠળિયાને તોડતા લિઝાએ કહ્યું.“હા હા.. વિચાર ખોટો નથી. પણ