ખજાનો - 9

  • 1.6k
  • 1.2k

ત્રણેય એકસાથે બૂમ પાડી, “ સુશ્રુત..” મોટેથી અવાજ સાંભળી સુશ્રુત ચોકી ગયો. તે ત્રણ ના હાવભાવ જોઈ સુશ્રુતે તરત જ પાછળ વળી જોયુ. ઇમુ જેવા દેખાતા પક્ષીઓનું ટોળું પૂર ઝડપે તેની તરફ આવી રહ્યું હતું. એક સાથે આટલા મોટા પક્ષીઓના ટોળાને જોઈ સુશ્રુત સુધબુધ ખોઈ બેઠો. તે કંઈ એક્શન લે તે પહેલાં તો તે પક્ષીઓના ટોળાએ સુશ્રુતના કિચન અને ટેન્ટને વેરવિખેર કરી દીધુ. સુશ્રુત દોડવા જતો હતો પણ તેના ભારે શરીરને કારણે તે દોડી શક્યો નહીં. એક પક્ષી તેના ખભે વજન દઈ કૂદયુ તો સુશ્રુત જમીન પર જ લાંબો થઈ ગયો. તેના ઉપરથી બીજા ઘણા પક્ષીઓ કૂદીને ગયા. સુશ્રુતના હાલ