ખજાનો - 2

(14)
  • 2.6k
  • 2.3k

" વાઉ..ગ્રેટ યાર..સુપર્બ ટેસ્ટ છે. આટલી ટેસ્ટી ડિસ તો રેસ્ટોરન્ટમાં પણ નથી મળતી સૂસ..!નાઇસ ક્રિએશન યાર..સુપર્બ..!" લિઝાએ આંગળીથી ઈશારો કરી ખાતાં ખાતાં કહ્યું." બેટા..તું રેસ્ટોરન્ટ ખોલી દે..સરસ ચાલશે." જેનિશાએ કહ્યું." આંટી વિચાર તો એ જ છે..ને મારુ ડ્રિમ પણ..દરિયા કિનારે મસ્ત રેસ્ટોરન્ટ ખોલવાનું..પણ રેસ્ટોરન્ટ ખોલવા ઘણા રૂપિયા જોઈએ..હું રહ્યો સાધારણ પરિવારનો દીકરો..!જોઈએ હવે શું થાય છે..?" સુશ્રુતે કહ્યું." બાય ધ વે.. તે તારા એકલા માટે આ ડિશ બનાવવાની મહેનત કરી..ગુડ જોબ..પણ હું એકલી હોઉં તો સ્નેક્સથી જ કામ ચલાવી લઉં..આટલી બધી જફામારી હું ન કરું." લિઝાએ કહ્યું. " અરે મારા એકલા માટે નહી..! આજ મારો મિત્ર આવ્યો છે..હર્ષિત..બસ એટલે મન