એક હતી કાનન... - 8

  • 1.3k
  • 648

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 8)“તો તમે પણ સાંભળી લો પપ્પા,હું લગ્ન કરીશ તો મનન સાથે નહીંતર કુંવારી બેસી રહીશ.”આટલું બોલી કાનન સડસડાટ રૂમમાંથી ચાલી ગઈ.બીજા દિવસથી કાનન પરનાં નિયંત્રણો ચાલુ થઇ ગયાં.દાદી અને સરૂબેન પણ અસહાયતા અનુભવતાં હતાં.દાદાજી હમણાં ગોંડલ હતા.પછીના રવિવારે સવારે ધૈર્યકાન્ત વહેલા ઉઠી ગયા.એક ગાડી આવી.ધૈર્યકાન્તે હુકમ છોડ્યો.“માં દીકરી અડધા કલાકમાં તૈયાર થઇ જાઓ.આપણે બહાર જઈએ છીએ.એકાદ અઠવાડિયાંનાં કપડાં સાથે લઇ લેજો.અને હા,કોઈ સવાલ નહીં,કોઈ જ સવાલ નહીં જોઈએ.”દાદી એક સંબંધીને ત્યાં ભુજ ગયાં હતા એટલે એમના વિરોધનો સામનો કરવો પડે તેમ પણ ન હતો.કાર લઇ આવેલા ડ્રાઈવર ને રજા આપી ધૈર્યકાન્તે સ્ટીયરીંગ