સ્પર્શ

  • 2.2k
  • 684

વાર્તા:- સ્પર્શ રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમાધવ ક્યારનો ક્યારેક પેસેજમાં તો ક્યારેક મધુનાં રૂમમાં આંટા મારી રહ્યો હતો. જ્યારથી ડૉકટરે આશા છોડી દીધી હતી ત્યારથી એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. મધુ લગભગ મૃત્યુની નજીક હતી. હૉસ્પિટલનાં બિછાને પડેલી એ ખબર નહીં શા કારણે હજુ સુધી જીવતી હતી? એનાં માત્ર શ્વાસ ચાલી રહ્યાં હતાં, બાકી કશું નહીં. છેલ્લાં એક અઠવાડિયામાં એનાં શરીરે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી ન્હોતી. મધુ અને માધવ જાણે રામ સીતાની જોડી. પતિ પત્ની વચ્ચે ખૂબ જ સારું બનતું હતું. મધુનાં મિલનસાર સ્વભાવ, દરેકની ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવાની આદત અને સૌને આદર આપવાની એની