ધ રેડ સન

  • 1.5k
  • 574

ધ રેડસનપૃથ્વી દિવસે દિવસે હાંફતી હાંફતી ફરતી હતી. વાતાવરણમાં રહેલા વાયુ પણ હવે અંદરોઅંદર એકબીજા સાથે બાખડતાં હતા. ધરતીએ જાણે વિનાશના આરે કદમ માંડી દીધા હતા એવું લાગતું હતું.! નયન રમ્ય લાગતું વાતાવરણ સૂર્યના પ્રકોપથી લાલ બની ગયું હતું. મંદિરો પણ ભક્ત વગરના નોધારાં થઇ ગયા. સહેલાણીઓ કરતાં હવે ડીઝાસ્ટરના સેવાર્થી જ નજરે ચડતા હતા. દિવસના સમયે ઘરની બહાર નીકળવું એટલે મોતને નોતરવા જેવું હતું. અલ્ટ્રાવાયોલેટ , ગામા કિરણોથી ચામડીના રોગોનું પ્રમાણ અને આંખોમાં બ્લાઈન્ડનેશ વધ્યું હતું. જે સુખી આત્માઓ હતી, તે માલિકોના ઘરમાં એશીમાં હવા ખાતી હતી. એટલે શેરીમાં હરાયા પ્રાણી પણ કોઈ રહ્યા નહી ,એવામાં ઝબકારા મારતા લીસ્સાં