તારી પીડાનો હું અનુભવી - ભાગ 1

  • 2.2k
  • 1
  • 894

બહાર ખૂબ ઉકળાટ હતો. ગરમીમાંથી છુટકારો મળે અને મેઘરાજાની મહેર વરસે એવી આશ દરેક મનુષ્યમાં જ નહીં પણ મૂંગા પશુઓમાં પણ દેખાતી હતી. વાદળ ઘેરાયેલા હતા. બફારાથી બધા કંટાળેલા હતા. હા, હું પણ. છતાં મારા મનમાં ખૂબ જ શાંતિ હતી અને સાથે સાથે સ્થિરતાની ઠંડક. હું રૂમમાં એકલી હતી, જેમ જીવનમાં હતી એમ. પણ હવે નહીં, બહુ રહી લીધું એકલું. હવે હું મારી પોતાની કંપનીને એન્જોય કરવા લાગી હતી.રૂમમાં બારી પાસે મારું સ્ટડી ટેબલ હતું અને તેના પર મારી જીવનની આપવીતીને સાચવીને પડેલી મારી ડાયરી હતી. આ ડાયરીએ મારા જીવનના એક- એક