આત્મજા - ભાગ 14

  • 1.6k
  • 1
  • 972

આત્મજા ભાગ 14કંચન બહેન નંદિનીને ગમે તેમ બોલે જતા હતા પણ તે તરફ ધ્યાન ન આપતા નંદિની રસોડાના પ્લેટફોર્મ પાસે ગઈ. ઘી ઢોળાયેલું જોઈ તેને તરત જ ખબર પડી ગઈ કે આ યોજના તેના માટે બની હતી પણ તેનો ભોગ કીર્તિ બહેન બન્યા. આ આવી બીજી ઘટના હતી જેમાં કંચનની યોજના ઉલટી પડી હતી. કંચન બહેને ડોક્ટર બોલાવી કીર્તિની સારવાર કરાવી. કીર્તિ આરામ કરતી હતી ત્યારે કંચન બહેન તેના રૂમ માંથી બહાર આવ્યા. ત્યાજ તેઓને નંદીની સામે મળી. " બા..! હવે મારી દીકરીને મારવાના અખતરા છોડી દો. ઈશ્વર પણ નથી ઈચ્છતા કે તે મારા ગર્ભમાં મરે. તમારી બધી યોજના ઉલટી