આત્મજા - ભાગ 11

  • 1.7k
  • 1
  • 1.1k

આત્મજા ભાગ 11“ હા મમ્મીએ મને વાત કરી હતી. તો કહેતા હતા કે ભુવાજીના બધા વેણ સાચા પડે છે..!” કીર્તિ બોલતા બોલતા જ અટકી ગઈ. “ઓહ..! તો બા એ તમને બધી વાત કરી દીધી છે. તો તમને એ પણ ખબર હશે કે બાની શું ઈચ્છા છે." " પણ ભાભી..! મારુ માનવું છે ત્યાં સુધી મમ્મી પણ તેમની જગ્યાએ ખોટી નથી. " કીર્તિએ ખચકાતા કહ્યું. " તો હું ખોટી છું કીર્તિબેન..? દીકરી પ્રત્યેની મારી મમતા ખોટી છે..? એક સ્ત્રીની સંવેદનશીલતા ખોટી છે..? તમે જ કહો, મારી જગ્યાએ તમે હોય તો શું કરો ?" નંદિનીએ કહ્યું. નંદિનીની વાત સાંભળીને કીર્તિને થયું કે