આત્મજા - ભાગ 8

  • 2.1k
  • 1.3k

આત્મજા ભાગ 8" ઓહ..! તો તેના શુભ આગમનથી તું કરોડોની મિલકતની માલકીન બની તેથી તને કીર્તિ વધુ વ્હાલી લાગે છે એમ ને ? હું હવે સમજ્યો કીર્તિ પ્રત્યેના તારા આટલા બધા સ્નેહ પાછળનું સાચું કારણ..!" કટાક્ષ કરતાં હરખસિંગે કહ્યું." તમે આજ બધું અવળું કેમ બોલો છો ? એવું બિલકુલ નથી કે તેનાં કારણે મને મિલકત મળી આથી મને તેના પ્રત્યે સ્નેહ વધુ છે. હું પણ માં છું. મારામાં પણ મમતા જેવું કંઈક હોય કે નહીં..? " કંચનબેને દલીલ કરતાં કહ્યું. " જો તારામાં ખરેખર મમતા જેવી કોઈ લાગણી હોત તો કદાચ તું પણ નંદિનીની મમતાને સમજી શકતી. આજ તારો નંદિની