આત્મજા - ભાગ 7

  • 594
  • 1
  • 360

આત્મજા ભાગ 7" મને ખબર જ હતી. તમે પણ મારી વાત નહિ જ સમજો. મને હતું જ કે તમે નંદિનીને જ સાથે આપશો. પણ એ વાત ન ભૂલો કે ભુવાજીએ કહેલ અત્યાર સુધીના બધાં વેણ સાચા પડ્યાં છે. તમે જ વિચારો, હોસ્પિટલમાં નંદિનીના પેટમાં છોકરી છે તે વાતની હજુ ખબર જ પડી છે ને ઘરે તમને સાપ ડંખી ગયો. મતલબ સમજ્યા તમે..? આપણા ઘરમાં અશુભ થવાની શરૂઆત થઈ ગઈ. આ એક સંકેત છે કે નંદિનીનું આવનાર બાળક આપણા ઘરનો કાળ બની જશે. નંદિનીની કાળમુખી છોકરી ઘરનો વિનાશ નોતરશે." કંચનબેનએ ગુસ્સાથી મોઢું બગાડતાં કહ્યું." અરે બસ બસ કંચન..! તું બહુ દૂરનું