આત્મજા - ભાગ 6

  • 1.7k
  • 1.1k

આત્મજા ભાગ 6થોડીવારમાં હરખસિંગને ભાન આવી ગયું. પ્રદીપ અને કંચનબેનના જીવમાં જીવ આવ્યો. ધીમે ધીમે સૌ હરખસિંગના ખબરઅંતર પૂછી પોતપોતાના ઘરે જવા રવાના થયા. પ્રદીપ તેનાં ધંધે ગયો ને કંચનબેન પોતાના પતિની સેવામાં લાગી ગયા. પણ મનમાં તો એક જ વિચાર આવતો હતો કે, " આ અશુભ..નંદિનીના પેટમાં છોકરી હોવાનાં લીધે જ થયું છે. ભુવાજીએ કહેલ વેણ ક્યારેય ખોટું ન જ પડે..! કંઈ પણ કરીને કસુવાવડ કરવા નંદિનીને સમજાવી જ પડશે." બપોરના સમયે હરખસિંગ સૂતાં હતા ત્યારે કંચનબેન નંદિની પાસે ગયા. નંદિની પણ સૂતી હતી. કંચનબેન નંદિની પાસે જઈ બેઠાં. પોતાની પાસે કોઈ આવીને બેઠું હોવાનો અણસાર થતાં નંદિનીની આંખ