કરૂણાન્તિકા - ભાગ 6

  • 1.8k
  • 1k

કરૂણાન્તિકા ભાગ 6કાવ્યમાં ફેલાઈ ગયેલા શબ્દો મારી ભાવભીની લાગણીઓની સાક્ષી પૂરે છે. તેમ છતાં હું જબરદસ્તી તને મેળવવા નથી માગતી. તું મૃણાલી સાથે ખુશ છે, તો હંમેશા તેની સાથે ખુશ રહે. મારો નહિ તો તારો તો પ્રેમ પૂરો થશે ને..! બધું જ સમજુ છું હું..પણ આ નાદાન દિલ ક્યાં મારુ એક પણ સાંભળે છે. તે તો જીદ કરી બેઠું છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તને જ પ્રેમ કરશે. બીજી વાત તને જણાવવા માંગુ છું. મારી ઈચ્છાઓ તો ઘણી છે પણ બધી ઈચ્છાઓ ક્યાં કોઈની પુરી થાય છે. તેમ છતાં હું ઈશ્વરને એક પ્રાર્થના જરૂર કરીશ કે મારો છેલ્લો શ્વાસ